એક ગઝલ
આ અર્ચના, તું સાંભળે ને એટલે,
આરાધના, તું અવતરે ને એટલે.
મારે નથી કૈં સ્વર્ગ જેવું પામવું,
છે પ્રાર્થના બસ તું મળે ને એટલે.
મે શ્વાસને પણ પાથર્યા યાત્રા થકી,
શ્રદ્ધા બધી સાચી ઠરે ને એટલે.
કૈં આતમાનો દીવડો અમથો નથી,
તું આરતીમાં ઝળહળે ને એટલે.
ઉપવાસ જેવું લે હવે તો આદર્યુ ,
અંદર સુધી તુ ખળભળે ને એટલે.
- 'શિલ્પી' બુરેઠા. (કચ્છ )
No comments:
Post a Comment