Wednesday, 28 December 2016

ગઝલ

(આ કૃતિ સ્પર્ધા માટે છે )

કાગડા ગીધને મારે ટપલીઓ
દાડા કૈં ક એવાતો આવશે
શાળિયા વનમાં મોજું કરે ને
વનરાજા તો ગાયુંને ધાવશે ....

ઘરડાઘર, માવતર છોડી આવે ને
એ ટોમી ને રૂમ એ સી આપે
લાજ શરમ વળી ઈજ્જત ને આબરૂ
હવે છોકરાઓ પુસ્તક માં વાંચશે

શાળિયા વનમાં મોજું કરે ને
વનરાજા તો ગાયુંને ધાવશે

જંગલમાં રાજ હવે ગર્દભનું ચાલે
ને ઘુવડના ગીત મીઠા લાગે
કોન્ક્રીટના આવા જંગલ છોડીને
સૌ માણસો જંગલમાં ભાગશે

શાળિયા વનમાં મોજું કરે ને
વનરાજા તો ગાયુંને ધાવશે ...

સ્વાર્થ અને શ્રધા તો સંબંધી થાય
નાકામે ભગવાન બદલાય છે
આજ સુધી બચ્યો છે ભોળા તું નાગથી
પણ ડંખ તને માણસો મારશે

શાળિયા વનમાં મોજું કરે ને
વનરાજાતો ગાયું ને ધાવશે

હાંફતા દોડતા મસીનીયા માણસ
પૈસા નો પાડે વરસાદ પણ
લાગણીનો પડ્યો એવો દુકાળ કે
હવે મગર ના આંસુ ય ચાલશે

શાળિયા વનમાં મોજું કરે ને
વનરાજ તો ગાયું ને ધાવશે
                   રમેશ ચૌહાણ

No comments:

Post a Comment