Thursday, 29 December 2016

ગઝલ

: ગ ઝ લ  :

જે  વખત તું  લીન થાતી  જાય છે,
જિંદગી   રંગીન  થાતી  જાય   છે. 

દુ...ર  થી હું ઓળખી લઉં છું તને ,
કે  નજર દૂરબીન  થાતી  જાય છે.

ચેત મન , કે  એ નથી  સાથે  હવે,
આ સફર સંગીન  થાતી  જાય  છે.

ખળભળે  છે  ખુબ  ઝરણું  છીછરું,
ને  નદી  શાલીન  થાતી  જાય છે

હાથ  મા  આવી અને  છટકી ગઇ ,
આ ગઝલ ડોલ્ફીન થાતી  જાય છે . 
                    
                               ની ર વ   વ્યા સ .

No comments:

Post a Comment