એ જી તેં તો વ્હાલાંને દીધી છે વરાળું
દવલાંને દીધાં દોઢિયાં હો જી,
એ જી તારી આગ્યુંમાં એક તો ઓરાણાં
બીજાં પલંગે પોઢિયાં હો જી.
ધાનમૂઆની ભેળા ધક્કે ચડીને ઈ તો
ચાબખા મૌજથી ઝીલે,
મેશની ટીલી ઈ તો ભાલે લગાડી, ભાઈ,
ખાખ બની બની ખીલે
ઉજમાળાં એનાં મોઢિયાં હો જી.
ખાડા ખરાબામાં પોગીપોગીને માંડે
મોતીનાં પણ પાઈ ખેડયું,
સાંસની દોરી એની તૂટતી હોય તયે,
ફૂટતી અમિયલ શેડયું
ને પાંપણે પરોઢિયાં હો જી.
કોઈ ન જાણે એનો રંગ ઉંડેરો મીઠો
કોઈ ન જાણે જંગ છાનો,
આવે ને જાય ઈ તો અક્ષરનાં વાસી, આંયાં
નંઈ માતર, નંઈ કાનો
ગમતીલા તારા ગોઠિયા હો જી.
makarand dave
No comments:
Post a Comment