*_ " સાંજી " ગઝલ_*
*_૩૧ / ૧ / ૨૦૧૭_*
અમારી અહિ હાર જો થાય છે.
સહર ભર મહિ નામ વખણાય છે.
ભલે જીંદગી થાય દુઃખી છતા,
અહીંયા અમારેય જીવાય છેં!
પ્રભુનું ભજન હું કરૂ રાત "દી
પ્રભુ ક્યાં મને તોય દેખાય છેં.
મને યાદ તું જ્યારથી આવતી.
મને રાત દી તુ જ દેખાય છે.
પ્રથમ પ્યારજો યાદ આવે ઘણો,
હજી લાગણી તોય છલકાય છે.
ભરી ચાંદની તારલા હાથ મા.
ગગનથી ચમક આજ વેરાય છે.
પ્રણય વાયદા યાદ છે એ બધા.
હવે તું વચન થી ફરી જાય છે.
ભરેલા હતાં જામ પ્યાલા મહી.
મદિરા નજર થીય પીવાય છે.
ભલે હાથમા જામ મે તો ધર્યો.
નશો તો નજરમા જ દેખાય છે.
*_હર્ષ . " સાથી "_*
No comments:
Post a Comment