તરહી ગઝલ ભરત સરના મિશરા પરથી
*તરુને ફક્ત પ્રશ્ન એ થાય છે*
*હજી કઈ તરફ આ નદી જાય છે*
-------------------------------------------
કફનમા હવે મુખ આ સંતાય છે.
શ્વસનથી આ મૃત દેહ ગભરાય છે.
ના અત્તર હવે છાંટ મૃત દેહ પર,
પછી શ્વાસ મારો ત્યાં રૂંધાય છે
ના છલકાવશો પ્રેમ આ આટલો,
મરણ બાદ મન મારુ મુંઝાય છે.
હવે રાખશો ક્યાં સુધી સાચવી,
શરીર જો વગર શ્વાસે ગંધાય છે.
આ સંજીવની સ્પર્શ ના આપ તું,
સજીવન દરદ ત્યાં થઈ જાય છે.
*-સર્જક*
*મોરબી જીલ્લા સાહિત્ય વર્તુળ*
No comments:
Post a Comment