વસંતપંચમીએ એક બાલીશ રચના...............
ગ્રીષ્માગમન નવાજે વસંત
મસ્ત લ્હેરના રિયાજે વસંત.
રંગરંગના શમણાં ભરીને,
ફૂલડે ફૂલડે ગૂંજે વસંત.
આમ્રમંજરીની મહેક વચ્ચે,
ચૂપકે છૂપકે કૂંજે વસંત.
કેસરિયા વાઘાથી સજ્જ થઈ,
રંગ ઘેરૈયા અવાજે વસંત.
અલપ ઝલપ નજરો મળે ને,
પગલે પગલે લાજે વસંત
મુકેશ દવે( તા.૧૧/૦૧/૧૯૮૪)
No comments:
Post a Comment