ગઝલ: ૬૫ “વસંતના વધામણાં”
ડાળ ડાળ પાંદ પાંદ સૌ મળી નવાજશે વસંતના વધામણાં
વાયરે સવાર થઈ સુગંધ કોતરાવશે વસંતના વધામણાં
નવકિશોર લાગણી રજસ્વલા બને યુવાન થાય લેખની
શબ્દની પરાગપર મહેક થઈ વહાવશે વસંતના વધામણાં
યાદ છે હજીય પાછલી વસંતના બધાય ઘાવ આજ મઘમાઘે
દર્દનો રીસાવ આજ ઘાવને ખણાવશે વસંતના વધામણાં
શ્વાસ શ્વાસ રોમ રોમ સ્પંદનો નવીન થાય સ્પર્શ પણ નવાનવા
શું લખું હવે ગઝલ ગઝલ મને લખાવશે વસંતના વધામણાં
લે લખું સલામ એક નામ ત્યાં અબીલ ને ગુલાલ થાય અક્ષરો
હળદરી બહાર કાગળે ઢળી વધાવશે વસંતના વધામણાં
---મૌલિક શ્રોત્રિય "અક્ષર"
No comments:
Post a Comment