Wednesday, 1 February 2017

અછાંદસ

*અછાંદસ*

*વસંતપંચમી*

રોજ જેવી સવાર
નિત્યક્રમ મુજબ તારીખયુ ફાડયુ
અર્ધ જાગ્રત અવસ્થામાં  ..
અર્ધ ખુલેલ આંખો એ વાંચ્યુ.
વસંતપંચમી..
અનેક ભાવ ,યાદો અેક સાથે ધેરી વળ્યા.
આજ તો લગ્નતિથી..
પચાસ પુરા કર્યા ને વન પ્રવેશ ત્યાં પણ...
જીવન ના સંધર્ષ સમય થી લઇ ...
આજ સુધી ની યાદો ચિત્રપટ માફક પસાર થઈ ગઈ.
અને તે લાકડી ના ટેકે બગીચા માં જઈ ......
એક ગુલાબ લઈ..

ગુલાબ નુ ફુલ ,પેપર અને બેડ ટી સાથે પોતાના કમરા માં આવી..

હળવેક થી પતિદેવ ને જગાડી ચા સાથે મૌન રહી ગુલાબ આપ્યુ.

પળ બે પળ તારામૈત્રક રચાયુ..
વરસો થી પરિચિત એજ હાસ્ય ..

સાથે..

તે એક બોક્ષ હાથ માં મુકે છે.

સહજ અચરજ થી તમને યાદ હતુ...?

અને વરસો પછી પણ એજ પ્રિત સજીવન...
વસંત ના વધામણા ખરા અર્થ માં ..

"કાજલ"
કિરણ પિયુષ શાહ
01/02/17
(06:30 pm)

No comments:

Post a Comment