Wednesday, 1 February 2017

ગીત

ઋતરાજ વસંત.
-------------------------------
ફૂલ ખીલ્યાં દિલની આ ડાળખી પર,
ફૂલ ખીલ્યાં સઘળાં આ કાળથી પર,
રસ એનો ચૂસે છે મન થઇને મકરંદ,
લાવ,આને કહી દઉં ઋતરાજ વસંત.

ચોતરફ આજે આ બસ છે ઉલ્લાસ
હોશનો ધીમે ધીમે થાય આ હાસ ,
ઈશથી આતમનો જોડાય છે તંત,
લાવ,આને કહી દઉં ઋતરાજ વસંત.

ઋતુંઓની આ છે આવન ને જાવન,
લાગતી આ તો છે દિલને લુભાવન,
ઝીલી ઝીલાઇ ક્ષણૉ આ છે જે ચંદ
લાવ,આને કહી દઉં ઋતરાજ વસંત.
-લતા ભટ્ટ્(મારા પગલાં મારા ભણી'માંથી)

No comments:

Post a Comment