Wednesday, 1 February 2017

હાઈકુ પંચમ

મન મોહે રે
વસંતી ફાગણીયે,
કૂંપળ ફૂટે.

કસુંબી રંગે
છળે છે મૃગજળ,
કૂંપળ ફૂટે.

પ્રેમે આલાપ
સંગે રાગ ફાગણ,
કૂંપળ ફૂટે.

વમળ ઊઠે
હૈયે મિલની આશ,
કૂંપળ ફૂટે.

પ્રીત સંગાથે
કેસુડાની ફોરમ,
કૂંપળ ફૂટે.

✍🏻પ્રીતિ જે ભટ્ટ.. "પ્રીત"

No comments:

Post a Comment