💐 જીવી લઈએ...💐
શ્વાસ ભીડી આજ જીવી લઈએ,
મોત સામે ચાલ જીવી લઈએ.
એક પગલું તું ભરે, બીજું હું,
વિશ્વની એ પાર, જીવી લઈએ.
હું ને તું અફવા બની બાજારે,
આમ નઈ તો આમ,જીવી લઈએ.
એક રણ રેતાળ હો તો શું થ્યું?
મૃગજળે લઈ નાવ,જીવી લઈએ.
પ્રશ્ન તો બે - ચાર આવે -જાશે,
હાર થી શરપાવ, જીવી લઈએ.
આમ અમથું જીવતાં કાં ફાવે?
તું કબર હું લાશ ,જીવી લઈએ.
છે અનામી આ હદયની શેરી,
ઘર સુધી તું આવ, જીવી લઈએ.
ભીડ વચ્ચે એકલી છું આજે,
યાદ થઈને આવ, જીવી લઈએ.
મોત થી પણ નાં ડરીએ 'જ્ન્નત'
કાળનો થઈ કાળ, જીવી લઈએ.
-જ્ન્નત
પિનલ સતાપરા
No comments:
Post a Comment