ફૂલો ના પગલા થઇ વનમાં પથરાઈ છે રંગ વસંતનો
ડાળીઓ કરે કલશોર વગડે ઉજવાઈ છે પ્રસંગ વસંતનો
પહાડે પીગળી કલકલ ઝરણાઓ વહાવ્યા જ્યારથી
વાયરા ની પાંખે ખુશ્બુએ છેડ્યો છે છંદ વસંતનો
આમ્રમંજરી માં ટહુકા ચીતરી કોયલે વગડો છલકાવ્યો
ડાળીએ ડાળીએ કેશુડા ને કોળ્યો છે ઉમંગ વસંતનો
ચકલી ચાંચમાં સુરજ ભરીને આવી બારણે ;
ઉંબરે ચઢ્યો છે આજ કસુંબલ રંગ વસંતનો
મન પાંખો થઈ ચાલ્યું ઉડવા નિતાંત ગગનમાં
પ્રિયાની કાજળભરી આંખોમાં લહેરાઈ છે પતંગ વસંતનો....
શૈલેષ પંડ્યા
No comments:
Post a Comment