Wednesday, 1 February 2017

ગઝલ

શ્રી ભરત ભાઈ ભટ્ટની તરહી પંક્તિ પરથી રચના
****************************
તરુને ફક્ત પ્રશ્ન એ થાય છે,
હજી કઈ તરફ આ નદી જાય છે.
*****************************

કમાણી કરીલે હરી નામની,
હવે જિંદગીજો સરી જાય છે.

રખોપા કરી રામના એ હવે,
થઈ કેસરી વીર પુંજાય છે.

કરી સીંદુરી યો હવે પથ્થરો,
હયાતી નુ શ્રીફળ વધેરાય છે.

લડીને વહાલું કરી લીધુ જો,
થઈ પાળિયા આજ પુંજાય છે.

અકારણ કહી દઉ કશું તુંજને,
પછી મનડુ મારૂ જ મુંજાય છે.

કહીને ગયા છે હુ આવીશ એ,
વગર જોય ને એ હવે જાય છે.

~ પ્રવીણ દૂધરેજિયા

No comments:

Post a Comment