દિલના બાગે ખીલું હા હું વસંત છું,
પ્રિતના ઝૂલે ઝૂલું હા હું વસંત છું.
સોડમ ફેલાવું છું હું પ્રેમ ગીતની,
દિલડે દિલડે મ્હાલું હા હું વસંત છું.
બુલબુલ કોયલના પ્યારા સંગમાં હવે,
પ્રકૃતિ ખોળે ખેલું ; હા હું વસંત છું!
નિખરું હું આંબે થૈ ને આજ મંજરી,
ધીરે ધીરે ફાલું; હા હું વસંત છું!
નાચું 'કવિ'ના શબ્દોમાં, હું મહેક થૈ,
પ્રેમપ્યાલે ડોલું ;હા હું વસંત છું!
-સંદીપ ભાટીયા(કવિ)
No comments:
Post a Comment