*મારા પાલવને છેડલે રમતા*
*કે વાયરા વાયા વસન્તના*
*હું ના જાણું કેમ હૈયાને ગમતા*
*કે વાયરા વાયા વસન્તના*
*બેઠી’તી મૂંગી હું તો સ્વપ્નોની કુંજમાં*
*આછો સંચાર થયો પલ્લવના પુંજમાં*
*ક્યાંથી આવ્યા ભુવનભુવન ભમતા*
*કે વાયરા વાયા વસન્તના*
*સવળ્યાં લોચન, ધસે દિશદિશની કેડીએ.*
*કોની એ વાટ જુએ ચઢી મન-મેડીએ?*
*રમે રગેરગ માંહી રૂમઝૂમત*
*કે વાયરા વાયા વસન્તના*
*મારા હૈયાપાલવમાં ઘૂમતા*
*કે વાયરા વાયા વસન્તના*
*– ઉમાશંકર જોશી*
No comments:
Post a Comment