Wednesday, 1 February 2017

ગઝલ

હરિ તું કરમસર ભરી જાય છે
કરામત તમારી કહી જાય છે

પવનમાં વસે તું, કવનમાં કશે તું
કલમમાં હરિ તું, લખી જાય છે

કદી છે અમીરી, કદી છે ગરીબી
સમયને સપાટે સરી જાય છે

નજરમાં તમે છો, અસરમાં તમે છો
કરું અરજ પાપો ખરી જાય છે

તમે છો  દયાળુ  હરિ  કેટલા
જપું નામ ને મન શમી જાય છે

નમી જાય આંખો, વહી જાય આંસુ
હરિ તું બધા ગમ હરી જાય છે

નમન તું જ તું ને ચરણ તું જ તું
હરિ તું સકલ વિસ્તરી જાય છે

હેમા ઠક્કર "મસ્ત "-----------31-1-17

No comments:

Post a Comment