Wednesday, 1 February 2017

૫ ગઝલ

महोब्बत में गिरते सँभलते गये,
न छोड़ी मगर राह चलते गये;

उन्हें शोख आने का था नींद में,
कंई ख़्वाब आँखों में पलते गये;

अजब इश्क़ करते है परवाने भी!
जली गर शमा, वो भी जलते गये,

गँवाया था मर्जी से सब कुछ मगर,
बहोत देर तक हाथ मलते गये!

वहीँ मोड़ था ये, वहीँ रहे गुजर;
जहां से इरादे बदलते गये!

ग़मों का अँधेरा करीब आ गया;
उम्मीदों के सूरज भी ढलते गये;

न थामा जिन्हों ने कभी हाथ वो,
मुझे ले के कांधों पे चलते गये;

: हिमल पंड्या

રોજ આપી જાય જીવવાના બહાના;
કેટલા યે અવનવાં, કેવાં મજાના!

જીંદગી ક્યાંથી હુનર આ લાવતી?
ખુશ થયે તું ખોલતી સઘળાં ખજાના;

એકધારી આવ-જા કરતી રહે છે,
તો ય ક્યાં દેખાય છે પગલાં હવાના?

જે કશું મનમાં હો, બોલી નાખવાનું,
આમ કચવાતે જીવે શું જીવવાના?!

ચાહવાની રીત એની છે અનોખી,
દૂરથી જોયા કરે છે સાવ છાના;

આંખમાં દેખાય છે એ પૂરતું છે,
હોય બીજા શા પુરાવાઓ વફાના?

બંધ બાજી ક્યાં સુધી રમતા રહીશું?
મૂક ને ડર હારવાનો, ખોલ પાના!

છે જરુરી છાપ શી છોડી જશો અે,
આજ આવ્યા, કાલ તો પાછા જવાના!

: હિમલ પંડ્યા

આમ તો એવું કશું કારણ હતું નહીં,
મન ઉપર કંઈ એટલું ભારણ હતું નહીં;

જિંદગી ફૂલવાડી સમ જીવ્યો હતો એ,
જીવતર એનું જરાયે રણ હતું નહીં;

ભીતરે અવસર ઘણાં ઉજવાયા તો યે,
બારણે એના ભલે તોરણ હતું નહીં;

આમ જુઓ તો સતત સાથે રહયાં, ને-
આમ જુઓ તો કશું સગપણ હતું નહીં;

રેલના પાટા સમી બે જિંદગીઓ,
એકબીજાનું છતાં વળગણ હતું નહીં;

ખુદને ઓળખવામાં એ પાછો પડેલો!
કેમ કે એના ઘરે દર્પણ હતું નહીં;

મોત એણે એટલે વ્હાલું કર્યું'તું;
જિંદગીનું તો બીજું મારણ હતું નહીં.

: હિમલ પંડ્યા

वादे से अपने आज लो, फिर से मुकर गया!
कह कर निकल गया, मेरा दिल तुज से भर गया!

तकदीर में लिखा था जो रोना तो रो दिये;
उल्फत का कुछ जूनून था सर पे, उतर गया!

साकी! खयाल रखना कि पैमाना भरा हो;
होगा बहोत बूरा जो अब इस का असर गया!

कुछ एसा सबक वक्त ने उस को सिखा दिया;
गैरों में खिल उठा वो, जो अपनों से डर गया!

कागज, कलम, दवात, ये अशआर, वो घूटन;
जो कुछ भी था, उस बेवफा के नाम कर गया!

चहेरे पे जो सुकून कयामत के वक्त था;
लगता था सालों बाद वो फिर अपने घर गया!

: हिमल पंड्या

ક્યાં જવું'તું ને એ ક્યાં સુધી ગયું!
દિલ ફરીથી એકડો ઘૂંટી ગયું!

કોઈ આવી આંસુઓ લૂછી ગયું!
સાચવીને ઘર સુધી મૂકી ગયું!

સાંજના ઈચ્છાને અહીં રોપી હતી;
એક સપનું રાતમાં ઊગી ગયું!

એ કહીને આવજો નીકળી ગયાં!
આ હૃદય ધબકાર પણ ચૂકી ગયું!

દૂર રહેવાથી થયો આ ફાયદો?
એમનું વળગણ હતું, છૂટી ગયું!

પિંજરામાં ક્યાં સુધી રાખી શકો?
શ્વાસનું પંખી હતું, ઊડી ગયું!

: હિમલ પંડ્યા

No comments:

Post a Comment