##જગતને કાથ.##
હજાર હતા ભલે તુજ હાથ,
છતાં ન સહેજ મુજ સંગાથ.
ઉઘાડ ઘડીક મંદિર દ્વાર,
જરાક તપાસવું, ક્યાં નાથ?
હડી દઇ આવતો સતયુગે તું,
કળિયુગમાં ગયો કો સાથ.
નથી ડર,છો સજા કો આપ,
સવાલ કરી ભરું છું બાથ.
બની જગતે ફરે મા-બાપ,
ગરીબ બની જગતને કાથ.
-સંદીપ ભાટીયા"કવિ"
No comments:
Post a Comment