Wednesday, 1 March 2017

ગીત

*વિરહનું ગીત*

જે દિવસથી તું ના રહ્યો મારો,
તે દિવસથી આભ થઈ ગયું દરિયો ખારો.....

નેવે ચડી મે નોતર્યા નો'તા,
દુઃખનાં સપનાં કદી જોયા નો'તા,
વ્હાલમ તારી યાદોને વીંટ્યો મે ધાગો..
જે દિવસથી તું ના રહ્યો મારો......

ભીની ભીની પાંપણે ઝળહળતાં દિવા,
કેમ મને દર્દ આવા દિધા !?
કેમ તોડ્યો નાતો તારોને મારો......
જે દિવસથી તું ના રહ્યો મારો.........

જે દિવસથી તું ના રહ્યો મારો,
તે દિવસથી આભ થઈ ગયું દરિયો ખારો.....

કાજલ કાંજિયા 'ફિઝા'
1/3/2017

No comments:

Post a Comment