Thursday, 30 March 2017

છંદ

*|| કંપવે કૈલાશને ||*

*(છંદ હરિગીત)*

ડમડમ ડડમ ડમ ડમ ડડમ ડમ ડાક ડમરુ બાજતા
ગીરી પરે સબ ગડહડાડે ગાંગડા હિમ ગાજતા
હણનાર હાંકે હલબલી ગ્યા હર કરે હદ હાસને
ત્રિનૈન ત્રાસા કામનાશા કંપવે કૈલાશને

ગડ ગડડ દેતી વિંધ વે'તી ગર્કવે ગંગોત્રી
જટ જડ જટા જળ પ્રાછટા પણ કાઢતી પથ કોતરી
તાંડવ તમા ધરણી ધમાધમ ગ્રાજવે સબ ગ્રાસને
ત્રિનૈન ત્રાસા કામનાશા કંપવે કૈલાશને

તબ કર ત્રિશૂલા ભાન ભૂલા ભૂતનાથા તાકતા
અણધાર આવે અંત આણે આંચકા ધર આપતા
કબ ક્રોધ કરશે કોપ કારી સામટા હણ શ્ર્વાસને
ત્રિનૈન ત્રાસા કામનાશા કંપવે કૈલાશને

સર સોમ ધારી ઓમ કારી ભોમ ભારી ભાંગતા
લય લોચના ઉઘડી લલાટે લાજ ભભકી લાંઘતા
દેવે દરદ દખ દૈતને પણ પ્રેમ પાવે દાસને
ત્રિનૈન ત્રાસા કામનાશા કંપવે કૈલાશને

- *કવિ ધાર્મિકભા ગઢવી*
9712422105

No comments:

Post a Comment