Thursday, 30 March 2017

ગીત

*પરબ બંધાવો*

ના કોઈ કોઈને પાણીથી તરસાવો,
ઉનાળો આવ્યો પરબ બંધાવો પરબ બંધાવો.....

જીવ આવી તાળવે ચોટ્યો,
આંખે આવે કાળો અંધાપો,
ગગનથી વરસે અગન ગોળા અગન ગોળા,
ઉનાળો આવ્યો પરબ બંધાવો પરબ બંધાવો.....

જળ અભાવે મોત પહેલાં મરાયા,
મૂંગા પશુ-પક્ષી કયાં વાંકે હોમાયા,
નદી નાળા જોને બધાં સૂકાયા સૂકાયા,
ઉનાળો આવ્યો પરબ બંધાવો પરબ બંધાવો.....

ના કોઈ કોઈને પાણીથી તરસાવો,
ઉનાળો આવ્યો પરબ બંધાવો પરબ બંધાવો......

કાજલ કાંજિયા 'ફિઝા'
30/3/2017

No comments:

Post a Comment