Tuesday, 11 April 2017

અછાંદસ

સમી સાંજે,
કુંવારા સપનાં જાગ્યા
પછી મેં ....,
એકાંતને હાથમાં ભરી,
અશ્રુ ઘણાં ખોયા,
બતાવું એ વેદના કોને!
આંખો હતી કોરીને...
હૃદય વલોવી વલોવી,
તેની યાદોનાં મોતી ધોયા,
પ્રેમ કરે છે તે અનહદ,
પણ કહે છે,
મારી યાદમાં,
આંખો ના સુજાડતી,
કહો મને કોઈ,
કેમ કરીને હું ...
મારી લાગણીઓને છુપાવું!
કયાં  જઈ મારાં,
દિલનાં ડામ દેખાડું.
મે તો તેને જ ઈશ સ્વરૂપે જોયાં.

કાજલ કાંજિયા 'ફિઝા'
10/4/2017

No comments:

Post a Comment