જાગી વિયોગે આંખડી તારા ગણી રહી,
રમતી થયેલી લાગણી આશા ભરી રહી.
હાથો ઉઠાવી યાચતા મનની ઉમંગને,
ચાહ્યું મળેછે ક્યાં બધું હસ્તી દબી રહી.
હૈયે ધરેલા ભાવને પામી જવા મથે,
રસ્મે ઘડેલા ચાલતા ધારે લડી રહી.
તપતી બપોરે રેતની ડમરી ડજાડતી,
નજરે ચડેલી ભ્રમણા તાપે બળી રહી.
ઊંડા મળેલા મનતણા ઘાવો મળ્યા છતાં,
આશા પડેલા ભીતરે સપના ઘડી રહી.
લાધે સંમયનું ભાનતો માસૂમ તરી જવા,
લગની હ્રદયની કેટલી હલચલ કરી રહી.
માસૂમ મોડાસવી
No comments:
Post a Comment