Sunday, 9 April 2017

ગઝલ

ધબકાર તુ છે.
****************************

તું રહીમ છે રામ છે દાતાર તું છે,                                  ઇશ, સમગ્રહ વિષ્વનો આકાર તું છે

પ્રેમ સાગરમાં રહ્યો મજધાર તું છે.
હર હૃદયમાં પ્રેમનો અણસાર તું છે.

વ્યાપ તારો જોઉ સચરાચર ધરા પર,
આ અખિલ બ્રહ્માંડનો શણગાર તું છે.

મંદિરે શ્રધ્ધા સબૂરી ને કથામાં,
ત્યાંજ પથ્થરમાં ધબક ધબકાર તું છે.

જ્યાં સમયસાગર વલોવાતાે રહે, ત્યાં,
કાચબા જેવો અડગ આધાર તું છે.

  -સંદિપ પટેલ"કસક"

No comments:

Post a Comment