Sunday, 9 April 2017

ગઝલ

યમનો કેવો ટહુકો પડતો,
પાછો એ તો જિદ્દે ચડતો.

મુજને લેવા આવે વ્હેલો,
તોયે દેખો હું ના રડતો.

ઢાંકે છે શબ ચીંદરડીથી,
કફનોને  શું કરવાં અડતો.

સ્મશાને બેઠો શંભૂ ભોળો,
જાણે હું ડમરુંને નડતો.

શાંતીથી લે નિંદર ખેંચું,
દેખ 'કજલ' કબરે સડતો.

કશ્યપ લંગાળિયા "કજલ"

No comments:

Post a Comment