ગઝલ થઈ ગયો..
ગાગાલગા ગાગાલગા ગાલગાલગા (છંદોવિધાન)
કાંઠો નજીક આવ્યો છે કે દૂર થઈ ગયો !
માણસની માફક શું એ મજબૂર થઈ ગયો ?
મંદિરમાં છો દાતાનું સ્વાગત થતું રહે ,
મુફલિસ તરફ શાને પ્રભુ ક્રૂર થઈ ગયો ?
જાહોજલાલી જૂઠની જોઈને વળી,
અફસોસ ! સતધારી બેનૂર થઈ ગયો .
ઉઠાંતરી કરીને ઘણાજણ પ્રસિદ્ધ થાય,
...ને ગામનો નટિયો ય મશહૂર થઈ ગયો .
વ્હાલપની લીલીછમ નદી જો સુકાય છે ,
જીવનનો રસ્તો જાણે વિધુર થઈ ગયો !
દિલીપ વી ઘાસવાળા
No comments:
Post a Comment