0 કોઈ 0
અકબંધ એષણાને ઉલેચી રહ્યું છે કોઈ
ટીપે ટીપે સરોવર વેચી રહ્યું છે કોઈ
તોખાર જેમ દોડે, ખીટી જેમ ખોડે
મન આ અમારું અમને પરપોટા જેમ ફોડે
જીવતરને ફીણ માફક વહેચી રહ્યું છે કોઈ
ટીપે ટીપે સરોવર વેચી રહ્યું છે કોઈ
ક્યારેક થાઉં રાજી,ક્યારેક જાઉં દાઝી
જીવતરને જીતવામાં સઘળી લગાઉ બાજી
ખુલ્લી રમતના પત્તાં ખેંચી રહ્યું છે કોઈ
અકબંધ એષણાને ઉલેચી રહ્યું છે કોઈ
- ભરત ભટ્ટ
No comments:
Post a Comment