Thursday, 29 June 2017

ગઝલ

તા.૦૫-૦૪-૨૦૧૬
"જયલા"

નજરના સાગર મહીં જાત આખી હું ડુબાવી દઉ,
તમારા એક ઈશારે હસ્તી મારી મિટાવી દઉ.

મિલન આશમાં જીવન ટક્યું છે આપ શું જાણો?
કહો તો વિરહના વાદળ બધા કાળા હટાવી દઉ.

વહેવાર બસ સાદી રીતથી ચાલુ રહ્યો કાયમ,
મને પણ એ સતાવી દે, હું પણ એને સતાવી દઉ.

પત્રો તારા બધા ફાડયા પછી, મનમાં થયા જ કરે,
ફરી બે ચાર પાછા એમની પાસે લખાવી દઉ.

રમેશ, મરીઝ, ઘાયલ, શૂન્ય સમ સાકી મળે તો તો,
પછી પીઠા મહીં આ જિંદગી આખી વિતાવી દઉ.

No comments:

Post a Comment