છોડી આળસની પથારી ટેરવે સૂરજ ઊગ્યો.
અશ્વ રથની લઈ સવારી ટેરવે સૂરજ ઊગ્યો.
ફૂલ સમ કોમળ બનાવા તાપ તડકાને હવે;
ઝાકળોમાં જાત ઠારી ટેરવે સૂરજ ઊગ્યો.
ચોતરફ અજવાળું કરવા માણસોની જાતમાં;
તેજ પોતાનું વધારી ટેરવે સૂરજ ઊગ્યો.
વાહવાહી મહેફિલોમાં લૂટી લેવાં આ બધી
એક ગઝલ મારી મઠારી ટેરવે સૂરજ ઊગ્યો
ચાલ ધીમી આ સમયની પણ પડે ના એટલે;
પર્વતોમાં પગ પ્રસારી ટેરવે સૂરજ ઊગ્યો.
-સર્જક
No comments:
Post a Comment