Thursday, 29 June 2017

ગઝલ

તા.૨૯-૦૬-૨૦૧૧
"જયલા"

આ જગતમાં તો, અમર કોઇ જ નથી,
મૌત જેવી હમસફર કોઇ જ નથી.

સાથ કફન સિવાય આવે કઇ નહીં,
આ કથનથી બેખબર કોઇ જ નથી.

મીટ માંડી ક્યારના બેઠા અમે,
દૂર તક આતું નજર કોઇ જ નથી.

હોય જ્યાં, ત્યાંથી ઝડપથી આવને,
જીવતું પ્રાણો વગર કોઇ જ નથી.

આજ બારેમેઘ વરસ્યા કર ગગન,
પલડવાનો જ અવસર કોઇ જ નથી.

નીકળ્યો છું આ જગતમાં શોધવા,
મંઝિલોને, પણ સફર કોઇ જ નથી.

કે જખમ પર જખમ બસ એવા કર્યા,
એમણે રાખી કસર કોઇ જ નથી.

મૌત મારું ક્યારનું છે થઇ ગયું,
ક્યાંય પણ મારી કબર કોઇ જ નથી.

પ્રેમની આ રાહમાં "જયલા" હવે,
આપણો તો રેગુજર કોઇ જ નથી.

No comments:

Post a Comment