Thursday, 29 June 2017

અછાંદસ

ટપકતી યાદ......!

અનરાધાર, મુશળધાર,
   ધોધમાર
વરસી ગયા બાદ
ડાળીએ ડાળીએ
રહી રહીને 
ટપકતાં
મેધ બિંદુઓની
જેમ
મિલનની
મુશળધાર ક્ષણો
વિત્યા પછીની
મુજ ભીતર
હૈયું
ભીંજવતી રહેતી
ધીમી ધીમી
ટપકતી
તારી એક એક
ક્ષણની
યાદ.

-મનન

No comments:

Post a Comment