વરસાદી સવારના વધામણાં....
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
*છે વરસાદ*
લાગણીની લટાર છે વરસાદ,
આ ગઝલનો ય સાર છે વરસાદ.
કેમ રોકી શકીશ તું ધડકન,
શ્વાસ સાથે કરાર છે વરસાદ.
દર્દ ની એ દવા હશે શાયદ,
ઘાંવ ઊપર પ્રહાર છે વરસાદ.
મૌનની હોય જાણે પરિભાષા,
શબ્દથી તો બહાર છે વરસાદ.
જોઇને આંખ બંધ હાલતમાં,
શું? *"સમય"*નો વિચાર છે વરસાદ.
*- "સમય જામનગરી"*
(વિજય ચૌહાણ)
No comments:
Post a Comment