હ્રદયની બળતરા વધી તો ચહેરો છુપાવીને રડી લીધું.
અમસ્તાં પૂછ્યું જો કોઇએ,બહાનું બનાવીને રડી લીધું.
કેવા કેવા સંજોગમાંએ અમે મન મનાવીને રડી લીધું;
સભામાં જે રડતા હતા એ બધાને હસાવીને રડી લીધું.
એના હાથમાં નામ મારૂ પરાણે લખાવીને હસી લીધું;
મારા હાથમાં નામ એનું ખુશીથી લખાવીને હસી લીધું.
જીવનનો બૂઝાતો દિપક છે,નથી કોઈ એવું આંસુ લૂછે જે;
હશે એવી કિસ્મતની મરજી,નયનને મનાવીને રડી લીધું.
મુસીબતને જ્યારે રહેઠાણનું કાયમી સરનામું ના સૂઝ્યું,
મિત્રોએ ભેગા થઇ ભલા 'રાજ 'નું ઘર બતાવીને રડી લીધું
--------------
-----રાજેન્દૃ મહેરા
Thursday, 1 June 2017
ગઝલ
Labels:
રાજેન્દ્ર મહેરા
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment