Friday, 16 June 2017

ગઝલ

સામસામે રોજ મારા બારણા ભટક્યા કરે,
છે પ્રણય એનો કે મારી ધારણા ભટક્યા કરે.

હોય છે પાસે છતાં પણ, વાત એની ના થતી,
ને પવનનો સાથ લઇ, સંભારણા ભટક્યા કરે.

છે અબોલા કે પછી નારાજગી સામે પડી,
ખોઈ બેઠો છું તને , વિચારણા ભટક્યા કરે.

ઉગતા જોયા છે મેતો સૂર્ય તારા મધ્યમાં,
ને સતત એ રાત કેરી ભારણા ભટક્યા કરે.

આજ પણ એ યાદ છે જે બારણે રમતો હતો,
તું સમયનો ઘાવ થ્યોને, પારણાં ભટક્યા કરે.

હાર્દિક પંડ્યા 'હાર્દ'

No comments:

Post a Comment