આભે ઓઢી જાણે કે કાળી ચાદર છે ,
ઘેરાયા આજે તો આ કાળા વાદળ છે.
મારા મનનો એવો કોઈ ભ્રમ છે કે શું ?
કે આંખોમાં એણેતો આંજ્યું કાજળ છે!
ચોમાસે આંખોથી આંસુ સરતા જોયા,
એથી શું ઉભરાયા સૌ ખારા સાગર છે?
આ ખુલ્લું અંબર જોતા એવું તો લાગતું,
આખેઆખું નભ જાણે કોરું કાગળ છે.
આખી રાત્રી વરસી વર્ષા દિલના નગરે,
જોને તો પણ "કવિ" દિલની ખાલી ગાગર છે.
-સંદીપ ભાટીયા "કવિ"
suchno aavkary chhe.
No comments:
Post a Comment