મળવાની વાત
તારા આવવાનો અહેસાસ
તને મળવાને થનગનતા મારા મનને છે જ
તું હજુ આવે તે પહેલાંથી જ ...
વાદળ છે તો વરસશે જ ...
આંખો છે તો ભીંજાશે જ ...
રંગો છે તો રંગાશે જ આખ્ખું આકાશ ...
તું આવી તો જો!
બાંસુરી તો બજશે જ ...
તાલે પગ થરકશે જ ...
સુગંધ પણ પ્રસરશે જ ...
તું જોઈ તો જો!
આવે તો છે!
સિતાર વાગે તો છે!
ઢોલ સંગતમાં તો છે!
તું
આવે અંદર ...
હું
જાઉં બહાર ...
મળવું તો છે જ
અંદર બહાર એક કરી ...
મળવું
છે જ!
- હરિહર શુક્લ
૧૦-૦૬-૨૦૧૭
No comments:
Post a Comment