Saturday, 1 July 2017

ગીત

*વરસાદી   ગીત*
ઉઠી આવ્યાં જુઓ ઝીણી  વાંછટના  લીલેરા સોળ ;
ષોડસી કન્યા નાહી આજ પ્રથમ વર્ષામાં માથાબોળ.

આળસ મરડીને કન્યા એ કર્યો પીયુને  ભીનો  સાદ ;
ને પછી મન  મુકીને   વરસ્યો ભીનપવર્ણો  વરસાદ.

શરમની મારી એ થઇ ગઈ  પાણી પાણી ને રાતીચોળ;
ષોડસી કન્યા નાહી  આજ  પ્રથમ વર્ષામાં   માથાબોળ.

ભેજલ રાત્રીના મેઘલ અંધકારે ઉજમાતી આ ભીંત;
રગ રગમાં રણઝણે મેઘ મલ્હારના માદક આ ગીત.

છમ છમ કરતી છમ્મક છલ્લોએ ઉછાળી છમ્મક છોળ;
ષોડસી કન્યા નાહી આજ પ્રથમ વર્ષામાં   માથાબોળ.

           *દિલીપ વી ઘાસવાલા*

No comments:

Post a Comment