Saturday, 1 July 2017

ગીત

ગીત

અવધુ ! જાત જાતની વાત...
કોઇ ખોતરે પીડા પારકી કોઇ કરે પંચાત...

હોઠ પરે ચિતરેલાં મૃગજળ, અંકાશે જઇ અડે
અને કોઈની આંખ બિચારી પાણીમાં ભડભડે..

કોઇ અંત થઇ ઊભો રહે તો કોઇ કરે શરૂઆત...
અવધુ! જાત જાતની વાત..

જેમ હથેળી વાવાઝોડું સકલ સંઘરી બેસે
ખલક ઘુમી લે કોઇ ફલક પર
અલખ-અનાદિ વેશે...

કોઈ ઉગાડે દિવસ કોઇને ફળતી માજમરાત...
અવધુ ! જાત જાતની વાત !...

               - અનિલ વાળા

No comments:

Post a Comment