Saturday, 1 July 2017

ગઝલ

હું  તો  બસ,  ખુદમાંથી   થોડો  ખોવાયો  છું,
બાકી    ક્યારે   તારાથી    હું    રીસાયો   છું?

એવું   ન   વિચારી   લેતી   કે   ખાલીપો  છે,
મઘ્યાહ્નમાં   ઓગળતો    તારો   છાયો   છું,

તારાથી   વિખુટા   થાવું   એ   સંજોગો  છે,
આજે  ગુલશનમાં  ફૂલ  સમો  મુરઝાયો  છું,

આવે  ના  વીત્યાં  દિન  જેની  આશામાં છે,
દુનિયાથી   પરની   દુનિયામાં  બદલાયો  છું,

તોફાની   વરસાદે   ભીંજાયો   ન   કદી  - ને
રાખ   બની   ગંગા   ધારામાં   ભીંજાયો  છું,

હાય! 'અકલ્પિત' કુદરતનાં નિયમો આધારે,
હું    સૂર્ય    હતો,  ને  રાત્રીમાં  બૂઝાયો  છું.

*- ભાવિન દેસાઈ 'અકલ્પિત'*

No comments:

Post a Comment