જન્મ મૃત્યુને જરા વાંધુ પડયું !
સત્ય સહેજે બોલતાં આંસું પડયું !
જળ વિષે લખવા જતાં કાઠું પડ્યું,
ઝાંઝવા પર ઝાંઝવું કાચું પડ્યું !
કૂવાથાળે સૌ સખી હસતી રહી,
હેલ માથે કાંખને વાંકું પડયું.
જિંદગીમાં કેટલું રહી જાય છે,
લાખ ડૂમા જીવમાં કાણું પડ્યું !
થાક લાગે છે ત્વચાને સાબિતી,
ખોળિયે જો નાનલું ચાઠું પડ્યું !
** નિશિ **
No comments:
Post a Comment