જીવન લાગતું ભીંસ જેવું,
જાણે ભાર મણ વીસ જેવું.
વરસ્યા આ વખત રોકકળ થઇ,
લાગ્યું છે મને રીસ જેવું.
વૃક્ષો પણ ધરાસાઇ સૂતા,
ધરતી પર છે હવે ટીસ જેવું.
માણસ જીવતો શૂળશૈયા,
જીવન થઇ ગયું ચીસ જેવું.
હાહાકાર થયો છે ગગનથી,
શોધે છે "ફિઝા" ઈસ જેવું.
*કાજલ કાંજિયા "ફિઝા"*
*30/7/2017*
No comments:
Post a Comment