હું ચુક્યો
હું જઉં આવવા!
આવતો એ જવા!
હેમ નું હેમ છે
ઘાટ છો જૂજવા!
દર્દ દીધા પછી
એ જ દે છે દવા!
આભ મેલું અને
કોઈ ના પીંજવા!
રાત કાળી ઉગી
આંખમાં આંજવા!
તોય જીવી ગયો!
જળ નહીં, ના હવા!
બારી બાવન, જશે
કોણ ઉઘાડવા?
મેં લખી છે ગઝલ!
કહી દઉં શ્રી સવા?
એ ઉડ્યો, હું ચુક્યો
બારણું વાસવા!
- હરિહર શુક્લ
૨૩-૦૯-૨૦૧૭
No comments:
Post a Comment