Friday, 1 September 2017

ગઝલ

ઈચ્છાઓના ડંશે હવે જીવન ભટકી જાય છે.
સત્ય મારું કડવું લાગેને મન ચટકી જાય છે.

ઘણું બધું કરવાની ઈચ્છાઓ રહી જાય છે.
અધૂરી ઈચ્છાઓ ફાંસ બની અટકી જાય છે.

આંખમાં કશ્તર બની ખુંચયા કરે અભાવો
કેટલીક ફરિયાદ હોઠે આવી છટકી જાય છે.

પીડાએ નથી કે તે ભૂલાવી દીધું આગળ વધી,
ઝખ્મો ખોતરી નાસૂર થયા તે ખટકી જાય છે.

અશ્રું સમરણો લીલાં  ઉછેરતા રહયાં આજીવન,
ડાળ એક શમણાંની ત્યાંતો યાદોમાં બટકી જાય છે.

રાતોની એકલતા કાજળ બની ફેલાઈ ચોરેકોર,
ધીરે ધીરે બૂઝાતો દિપને અંધકાર ગટકી જાય છે.

કાજલના જીવનની સરગમ બેસૂરી બની તારા સાથ વિના,
છળ થયા આશ તૂટી જીવ ભવરણે લટકી જાય છે.

કાજલ
કિરણ પિયુષ શાહ
01/09/17

No comments:

Post a Comment