Friday, 29 September 2017

અછાંદસ

એક અછાંદસ કાવ્ય
આસો માસ શુક્લ પક્ષ દસમનો દિવસ ,
રાવણના દહનનો દિવસ. ..
પણ રાવણ હજુ જીવે છે ...તો કોનું દહન ?..
જ્યાં જ્યાં માસુમ બાલિકા ઓ પર અત્યાચાર થાય છે ત્યાં રાવણનો પડછાયો દેખાય છે,
ક્રોધ , અહંકાર,ઇર્ષ્યા ને માથું ઉચકતા જોઈએ ત્યારે રાવણનો આભાસ થાય છે..
જ્યારે વેરઝેરની આગ વધુ તેજ થાય ,અસત્ય ઉંચકાય ને સત્ય સમેટાય ત્યારે રાવણની ઝાંખી થાય છે ..
આ દુષ્કર્મમાં કળિયુગનો પ્રભાવ દેખાય છે ..
માનવમાં દાનવ વર્તાય છે..
તો પૂતળું બાળવાનો શો અર્થ ? ..
જ્યાં સુધી આ દુષ્કર્મની જાળ નહીં સંકેલાય ,ત્યાં સુધી રાવણનું દહન નહીં થાય..
તો ચાલો પહેલા આ જાળ ને હટાવોએ , તો રાવણનું દહન આપોઆપ થશે ,
ને સાચું દશેરા પર્વ ઉજવાશે
દીપ્તિ બુચ 29 / 9 /17

No comments:

Post a Comment