Friday, 29 September 2017

ગઝલ

આંખડીમાં  રણ હશે તો  ચાલશે!
હોય કસ્તર, કણ  હશે તો ચાલશે!

છે ન કોઈ  રંજ  મળવાનો  કદી,
સાવ દૂરી  પણ હશે તો  ચાલશે!

ના કશું  હાથે કે સાથોસાથ  હો,
નામનું  સગપણ હશે  તો ચાલશે!

વસ્ત્ર ના  રંગીન કે કંચન નહીં,
સમજનું પ્હેરણ  હશે  તો ચાલશે!

આપ કર્મોને  સદા દેખી  શકું,
એક  મનદર્પણ  હશે તો ચાલશે!

છે  નહીં  સંસારની  કોઈ  તમા,
તું  હી  તું જાપણ  હશે  તો  ચાલશે!

જ્યાં દિશું  હો શામળો,  બસ શામળો!
' મસ્ત ' આ જોગણ હશે તો  ચાલશે!

--------------હેમા ઠક્કર "મસ્ત "       26-7-17

No comments:

Post a Comment