Friday, 29 September 2017

ગઝલ

🌸🌸 ‘નશો’ 🌸🌸
     
તારી આ નજરોનો નશો જોઈ છળી ગયો.
સર્વાંગ સંપૂર્ણ છબી વિનિમય મળી ગયો.

મજબૂત કરવા ટચુકડા જીવન  સમન્વયે,
તારા કુટાણા એ સબંધો હું કળી ગયો.

ખાતો નથી તારી કસમ ક્યારેય કોઈ દી’,
ફિતરત બધી ત્હેવાર સમજી હું ગળી ગયો.

વેરી બનાવી  ઝેર દઈ અમને તમામ કો',
તારા દુખો મુજ અવસરો માની ભળી ગયો.

ખાલી જ છે એકાન્ત મારું રાહ પર મીઠો,
સંગમ થયો પ્રિયતમ રુહાના ભવ ફળી ગયો.

   -આરતીસોની રુહાના

No comments:

Post a Comment