Friday, 29 September 2017

ગીત

એક ગીત કે પછી આ પણ ભજન જ બન્યું ?

કે આંખ મારી બહુ મોડી છે જાગી.(2)
આ દુનિયામાં...(2) રહેશે નહીં વનવાસી...બહુ મોડી છે જાગી..
કે આંખ....

હે.. વૃક્ષ ન બચ્યા અહીં વાસ ન બચ્યા,
વારિ ન બચ્યા અહીં શ્વાસ ન બચ્યા!
આ દુનિયામાં..(2) રહી ગઈ એની યાદી. બહુ મોડી છે જાગી..
કે આંખ...

હે.. લાખ ભલે હો નોટો ને સિક્કા,
આખરે પડી જાશો ભાઇ તમે ફિક્કા,
આ દુનિયામાં(2) બચ્યા નહીં વરણાગી, બહુ મોડી છે જાગી!
કે આંખ ....

હે...પાણી બચાવશો તો તમે બચી જાશો,
સૌને હસાવશો તો તમે હસી જાશો,
આ દુનિયામાં (2)બની જાજો સંવાદી, બહુ મોડી છે જાગી,

કે આંખ મારી બહુ મોડી છે જાગી!

મણિલાલ જે. વણકર

No comments:

Post a Comment