*=== ગરબો ===*
ફળિયામાં આવ્યો એક મોર બોલે,
સંભાળીને સાદ મારું મન ડોલે ... એક મોર બોલે
અલ્યા મોરલા તું ક્યાંથી આવ્યો ?
બોલ કોના સંદેશા તું લાવ્યો? (૨)
તારું દૈવી સ્વરૂપ, સ્વર તારો અનૂપ,
આવ્યો પંખીનો ભૂપ આજ મારા ડેલે ... એક મોર બોલે
ફળિયામાં આવ્યો એક મોર બોલે,
સંભાળીને સાદ મારું મન ડોલે ... એક મોર બોલે
હું તો આરા તે સુરથી આવ્યો
જગદ્જનનીનો સંદેશો લાવ્યો (૨)
મારા ઉઘડ્યા છે દ્વાર, માડી આવે મારે દ્વાર
જોગમાયા ઘૂમે છે સખી ટોળેટોળે ... એક મોર બોલે
ફળિયામાં આવ્યો એક મોર બોલે,
સંભાળીને સાદ મારું મન ડોલે ... એક મોર બોલે
ઘણી ખમ્મા મોરલિયા ભલે આવ્યો
ભવ તરવાનો મારગ બતાવ્યો (૨)
તારી સોને મઢું ચાંચ, તારી મોતી મઢું પાંખ
ગરબે ઘુમવું છે રાતભર માના ખોળે... એક મોર બોલે
ફળિયામાં આવ્યો એક મોર બોલે,
સંભાળીને સાદ મારું મન ડોલે ... એક મોર બોલે
== મંથન ડીસાકર (સુરત)
No comments:
Post a Comment