જળમાં થાપા કરવા છે !
કાજળ ભીના કરવા છે !
ખમ્મા ખમ્મા કરવા છે !
ભીતર કિસ્સા કરવા છે !
ઈચ્છા જો અલબેલી હો,
સઘળા દાવા કરવા છે !
સોનપરીના મારગડે,
અચ્છો વાના કરવા છે !
પહેરેલા એ ઝાંઝરિયા,
કંકુ વરણા કરવા છે !
મંદિર, દીવો,આરતના
ઝાલર ટાણાં કરવા છે !
ચંદન ઘસતાં ઓરસિયે,
કાશી કાબા કરવા છે !
Dt : 24/9/2017 ** નિશિ **
No comments:
Post a Comment